આ ગ્રંથ પપ્પાના આભાર સહિત એમની વંદના કરવાના ઉપક્રમથી તૈયાર થયો છે. વિવિધ ક્ષેત્રોની કુલ ૮૫ વિભૂતિઓએ એમના જીવનમાં - એમના વિકાસમાં એમના પિતાનું યોગદાન કેવું અને કેટલું હતું એની રસપ્રદ વાતો આ ગ્રંથમાં કરી છે. પિતાનાં અપ્રગટ પ્રોત્સાહન અને માર્ગદર્શન ભલે આભારની અપેક્ષા ન રાખે, પણ એ વંદનનાં હકદાર તો અવશ્ય છે.
સામાન્ય રીતે બાળકને એના પપ્પાના ખભા ઉપર બેસીને દુનિયા જોવાનું સદ્ભાગ્ય મળ્યું જ હોય છે. ક્યારેક મંદિરની ભીડમાં પપ્પાના ખભા પર બેસીને ભગવાનનાં દર્શન કરતી વખતે આપણે ખુદ ભગવાનના જ ખભા પર બેઠા હતા એનો અણસાર છેક હવે થાય છે !
આ
ગ્રંથ વાંચ્યા પછી વાચકો-ભાવકોને પોતપોતાના પપ્પાનું પોતાના જીવનમાં કેવું અણમોલ યોગદાન છે એનો અનુભવ થશે અથવા હતું એનું સ્મરણ અવશ્ય થશે જ થશે... અને એ જ તો આ ગ્રંથની સફળતાનો માપદંડ હશે !