Categories
Sort by
Menu
Search for products..
Product details
About the Book:
સંભારણાં, જેટલાં સુખનાં એટલાં જ દુ:ખનાં. મારા મનનાં એ બંનેની આ બધી વાતોને મારી શ્રુતિધરી શ્રીમતી રાણી ચંદે અહીં આ લખાણમાં ઝીલી-ઝડપી લીધી છે, એટલે એ માટે જે કંઈ પ્રાપ્ત થવાનું હોય તેનો અધિકાર એમનો જ છે.
સુખની વાતોને લખાણમાં ઝીલવી-ઝાલવી એ સહજ નથી. એ લગભગ પવનને જાળમાં પકડવા જેવું વિકટ કામ છે. એટલે આ લખાણમાં જો કંઈ દોષ રહી ગયા હોય તો તેની જવાબદારી મારી છે.
જન્માષ્ટમી: બંગાબ્દ ૧૩૫૧ — અવનીન્દ્રનાથ ઠાકુર સન: ૧૯૪૪
ભારતીય કલાના પુનરુત્થાનના પ્રતિભાવંત પ્રણેતા અને નંદલાલ બસુ, અસિતકુમાર હલધર, મુકુલ ડે, દેવીપ્રસાદ રાયચૌધરી જેવા સમર્થ કલાગુરુઓના ગુરુ શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરનાં કલાજીવનનાં સંભારણાં.
અવનીન્દ્રનાથ ઠાકુર માત્ર ચિત્રકલાના સ્વામી નથી. રૂપકથા, કલાવિવેચન, લોકસાહિત્ય, સંસ્મરણો એમ વિવિધ ક્ષેત્રોમાં એમની લેખિની વિહરી છે અને બંગાળી વાડ્મયને અનન્ય ચીજો સાંપડી છે. ‘જોડાસાંકોર ધારે’ એ એમણે કહેલાં અને જાણીતાં કલાકાર શ્રીમતી રાણી ચંદે લખેલાં સંસ્મરણોનું પુસ્તક છે.
Similar products
Menu
Sort by
Newest first
Newest first
Oldest first
Highest rated
Lowest rated
Ratings
All ratings
All ratings
5 Stars
4 Stars
3 Stars
2 Stars
1 Star